૨૦૧૭ – ૨૦૧૮

વિદ્યાર્થીઓને આર્થિક સહાય

આર્થિક સહાય મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા

૯૯

ગુજરાતની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓને ફાળવાયેલી કુલ રકમ

રૂ.૪,૬૬,૦૬૫

દિવ્યાંગ ખેલ મહાકુંભમાં સ્વૈચ્છિક સેવા

ગુજરાત સરકારે ૯મી સપ્ટેમ્બરે ૨૦૧૭ના મહાત્મા ગાંધી વિદ્યાલય ગાંધીનગરમાં દિવ્યાંગ ખેલ મહાકુંભ (વિકલાંગ, અંધ, માનસિક રીતે અસ્વસ્થ વિદ્યાર્થીઓ માટેનો વાર્ષિક રમત-ગમતનો મેળાવડો) યોજ્યો હતો. આખા ગાંધીનગરનાં બધાં જ દિવ્યાંગ વિદ્યાર્થીઓને ખેલ મહાકુંભમાં ભાગ લેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. આશરે ૧૫૦ વિદ્યાર્થીઓએ આ ખેલ મહાકુંભમાં ભાગ લીધો હતો.

        આ આખા પ્રસંગ દરમ્યાન સ્વૈચ્છિક સેવા માટે વિદ્યોદય ફાઉન્ડેશનને આમંત્રવામાં આવ્યું હતું. સી-મેટ્રિક સોલ્યુશન્સ પ્રા. લિ.ના કાર્યકર્તાઓ, જેમણે દિવ્યાંગ ખેલ મહાકુંભમાં ખૂબ ઉલ્લાસભેર સ્વૈચ્છિક સેવા આપેલી તેઓનાં નામ આ પ્રમાણે છે : અરવિંદ ચાંદેલ, યોગિની જોષી, કુમાર દૌલતાની, સાવન ભાવસાર, કર્ણદેવ ચૌહાણ, હાર્દિક ચૌહાણ, જીજ્ઞેશ જોષી, મહેશ બિહોલા, ધવલ વ્યાસ, સેજન ભુતાની, રોશની પંડ્યા, યુવરાજ પરમાર રવિ પટેલ, પ્રમોદ કુશવાહા, કાર્તિક વાન્ઝા અને દિનેશ કલારથી.

          સ્વયંસેવકોએ પ્રત્યેક રમતનાં નિયમો અનુસાર બધી જ રમતો માટે મેદાનો તૈયાર કરી રાખ્યા હતા. બધા જ પ્રતિસ્પર્ધીઓને વ્યક્તિગત રીતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેથી તે લોકો તે રમતમાં આત્મવિશ્વાસ સાથે ભાગ લઈ શકે અને રમી શકે. સ્વયંસેવકોએ જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે ત્યારે રેફ્રીનો પણ રોલ અદા કર્યો હતો. સ્વયંસેવકોએ પ્રતિસ્પર્ધીઓને બધી જ રમતોમાં પ્રોત્સાહિત કર્યા હતા. વળી તેમણે શારીરિક વિકલાંગ ખેલાડીઓને દોડ, શોટપુટ, ડિસ્કસ થ્રો, જ્વેલીન થ્રો અને ચેસની રમતોમાં શરૂઆતથી અંત સુધી માર્ગદર્શન પણ આપ્યું અને મદદ પણ કરી. સ્વયંસેવકોએ આ બધા ઉત્સાહી ખેલાડીઓ સાથે સમય વિતાવવાનો ખૂબ આનંદ અનુભવ્યો અને તેમની પાસેથી ધૈર્ય અને ખંતીલા બનવાના પાઠ ભણ્યા.

હિન્દી દિવસની ઉજવણી

        હિન્દી દિવસ (હિંદી ભાષાને મહત્વ આપવા માટે ઉજવાતો દિવસ) ના નિમિત્તે વિદ્યોદય ફાઉન્ડેશન અને શ્રી સી. કે. ગોહિલ પ્રાયમરી સ્કુલ, રાજકોટ બંને મળીને મંગળવાર ૨૧/૧૧/૨૦૧૭ ના રોજ હિંદી અને ગુજરાતી ભાષામાં વિવિધ લેખન સ્પર્ધાઓનું આયોજન કર્યું હતું. સ્પર્ધાઓ નીચે પ્રમાણે હતી.

વિભાગ – ૧       ગુજરાતી અક્ષર સ્પર્ધા હરિફાઈ (ધોરણ-૧ અને ધોરણ-૨)

વિભાગ – ૨       હિન્દી અક્ષર સ્પર્ધા (ધોરણ-૩ થી ધોરણ-૫)

વિભાગ – ૩       હિન્દી કાવ્યવાંચન સ્પર્ધા (ધોરણ-૬)

વિભાગ – ૪       હિન્દી વક્તૃત્વ સ્પર્ધા (ધોરણ-૭ અને ધોરણ-૮)

સૌ પ્રથમ ૦૮/૧૧/૨૦૧૭ના રોજ અમે રાજકોટની બધી જ ખાનગી અને સરકારી પ્રાથમિક શાળાઓને આમંત્રણ સાથે સ્પર્ધાના બધા જ નિયમો અને જરૂરી મહિતીઓ મોકલી હતી. ત્યારબાદ અમે તા. ૧૪/૧૧/૨૦૧૭ સુધી પોસ્ટ અને ઈ-મેઈલ દ્વારા પ્રવેશ પત્રો સ્વીકાર્યા હતા.

તા. ૨૧/૧૧/૨૦૧૭ ના રોજ જુદા જુદા વિભાગોમાં સ્પર્ધાઓ ચાલુ થઈ. જજ લોકોએ ચાર વિભાગોમાંથી ૩ શ્રેષ્ઠ વિજેતાઓની પસંદગી કરી. વિજેતાઓને ઈનામનું વિતરણ કરવામાં આવ્યું. બધા જ પ્રતિસ્પર્ધીઓને ઈનામ પણ મળ્યા. વિદ્યોદય ફાઉન્ડેશને આચાર્યા ચેતનાબેન આહયાનું તેમના પ્રશસ્તનીય કાર્ય માટે શાલ અને એવોર્ડથી બહુમાન કર્યું.