વર્ષ ૨૦૧૮—૧૯ ના લાભાર્થીઓ

લાભાર્થીઓ
આ વર્ષ ૨૦૧૭—૧૮ દરમ્યાન ફીનુ જે વિતરણ કરવામાં આવ્યુ તે સર્વ લાભાર્થીઓ નાં નામ નીચે મુજબ છે. ફી વિતરણનું આ કાર્ય અવિરત પણે ચાલી રહ્યુ છે.અને અમારો નિરધાર છે કે તે સતત ચાલતુ રહેશે.



વર્ષ ૨૦૧૭—૧૮ ના લાભાર્થીઓ
દિવ્યાંગ ખેલ મહા કુંભ
સી—મેટ્રીક કંપનીના નીચેના સદસ્યોએ દિવ્યાંગ ખેલ મહા કુંભમાં સ્વંસેવક તરીકેની કામગીરી આપી . અરવિંદ ચન્ડેલ યોગીની જોશી, કુમાર દોલતાની, સાવન ભાવસાર, કરનદેવ ચાવડા, ર્હાદિક ચાવડા, જીજ્ઞેશ જોશી, મહેશ ભીલોય, દેવલ વ્યાસ, સેજલ બુટાની, રોશની પંડયા, યુવરાજ પરમાર, રવી પટેલ, પ્રમોદ કુશવાહ,કાર્તિક વાંઝા, દીનેશ કલારથી.
સરકાર દ્બારા દિવ્યાંગ ખેલ મહા કુંભનુ આયોજન તારીખ ૯ —૯—૨૦૧૭ ના રોજ મહાત્મા ગાંઘી વિદ્યાલય, ગાંઘીનગરમાં થયુ . સરકાર દ્બારા દિવ્યાંગ ખેલ મહા કુંભનુ આયોજન તારીખ ૯ —૯—૨૦૧૭ ના રોજ મહાત્મા ગાંઘી વિદ્યાલય, ગાંઘીનગરમાં થયુ હતુ. આ મહોત્સવમાં ગાંઘીનગર જિલ્લાના બધા દિવ્યાંગોને આમંત્રીત કરવામાં આવ્યા હતા. જેમાં આશરે ૧૫૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. કલેકટર શ્રી સતીશભાઇ પટેલે, ગાંધીનગર, ઓફીસના હોદેદારો સાથે આ મહોત્સવની મુલાકાત લીધી અને સહુના ઉત્સાહમાં વધારો કર્યો.
વિદ્યોદય ફાઉંન્ડેશનને આ મહોત્સવમાં સ્વંસેવક તરીકે આમંત્રીત કરવામાં આવ્યા હતા. અમે સહુ ઉત્સાહથી આ મહોત્સવમાંં સેવા માટે જોડાયા અને અંત સુધી ઉમંગભેર સેવાઓ આપી. સૌ પ્રથમ અમે દરેક રમત માટે ગ્રાઉન્ડમાં લઇનો દોરી જેથી દિવ્યાંગ લોકો નીયમ મુજબ સારી રીતે રમી શકે. દરેક રમતમાં અમે તેમની હાથલાકડી બની સાથે રહ્યા. દોડ હરીફાઇમાં તેમનો હાથ પકડી સાથે દોડ્, ગોળા, ચક્ર, અને બરછી ફેક જેવી રમતોમાં ઉપયોગી, જે તે સાધન તેમનાં હાથમાં આપી તેના વિશે માહીતગાર કરી, રમત બાદ જે તે સાધન તેમની જગ્યાએ પાછા વ્યવસ્તિ મુક્યા. ચેસની રમતમાં તેમનું મર્ગદશન કર્યુ. રેફરી તરેકેની સેવાઓ આપી. અમે આ મહોત્સવમાં ગોઠવેલ દરેક રમતોમાં દિવ્યાંગોને વ્યક્તિગત રીતે મદદ રૂપ થઇ પુર્ણ સહકાર આપ્યો . આ રમત વીરો સાથેનો પસાર કરેલો અમારો સમય અમારા માટે ખુબ જ અમૂલ્ય તેમજ યાદગાર બની રહયો અને નિસ્વાર્થ સેવાના અનોખા આનંદની આહલાદક અનુભુતી રહી.
હિન્દી દિવસ

વિદ્યોદય ફાઉન્ડેશન(વડોદરા) તેમજ શ્રી સી. કે. ગોહિલ પ્રાથમિક શાળા આયોજિત હિન્દી ભાષા સ્પર્ધાઓ તા. ૨૧/૧૧/૨૦૧૭ મંગળવાર ના રોજ કરવી એવું આયોજન કરવામાં આવ્યું. આ સ્પર્ધા અંતર્ગત ૪ વિભાગ નકકી કર્યા. જેમા :– વિભાગ – ૧ ગુજરાતી સુલેખન સ્પર્ધા (ધો. ૧ અને ૨)
વિભાગ – ૨ હિન્દી સુલેખન સ્પર્ધા (ધો. ૩ થી પ) વિભાગ – ૩ હિન્દી કાવ્ય પ૮ન (ધો. ૬) વિભાગ – ૪ હિન્દી વકતૃત્વ સ્પર્ધા (ધો. ૭ અને ૮) સૌ પ્રથમ તા. ૮/ ૧૧/૨0૧૭ ના રોજ જુદી–જુદી ખાનગી શાળા તેમજ સરકારી પ્રા. શાળાઓમાં સ્પર્ધાની માહિતી તેમજ નિયમો દર્શાવતો પરિપત્ર મોકલ્યો. ત્યાર બાદ તા. ૧૪/૧૧/૨0૧૭ સુધીમાં શાળાઓની એન્ટ્રીના રજીસ્ટ્રેશન ઈ–મેઈલ તેમજ પોસ્ટ દ્વારા સ્વીકાર્યા તા. ૨૧/૧૧/૨0૧૭ ને મંગળવારે જુદા–જુદા ૪ વિભાગમાં આ કાર્યક્રમ શરૂ થયો. આ કાર્યક્રમ ઘણો ઉત્સાહ પ્રેરક અને આનંદમય રહયો. બાળકોએ તૈયારી પણ સારી કરી હતી. વિભાગવાર નિર્ણાયકો આવીને ઉમંગભેર કાર્ય કર્યુ. તેઓના નિર્ણય ઉપરથી દરેક વિભાગમાંથી ત્રણ ઉતમ કૃતિઓની પસંદગી થઈ. સંસ્થાના ટ્રસ્ટ્રીશ્રીઓની ઉપસ્થિતિમાં વિજેતાઓને આકર્ષક ઈનામો અપાયા. નિર્ણાયકોને મેમેન્ટો આપી આભાર દર્શન કર્યુ તમામ સ્પર્ધકોને પ્રોત્સાહન ઈનામ અપાયા. હવે આયોજનનો મુખ્ય કાર્યક્રમ આપણા આચાર્યાશ્રી ચેતનાબેન આહયાને શાળાના ઉતમ ચેતનવંતા આચાર્યા તરીકે બિરદાવતા વિદ્યોદય ફાઉન્ડેશને તેમને સન્માન પત્ર, હાર તથા શાલથી નવાજયા. સભાખંડમાં પ્રસન્નતા અને ઉત્સાહનું મોજુ ફરી વળ્યુ. સહુએ કાર્યક્રમને ઉમંગથી વધાવ્યો. ફાઉન્ડેશને આચાર્યાની આવી ઉતમ, ગૌરવભરી કામગીરી માટે પ્રશંસા કરી તેમનો આભાર વ્યકત કર્યો.

