વિદ્યાર્થીઓને આર્થિક સહાય
|
આર્થિક સહાય મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા |
૧૦૫ |
|
ગુજરાતની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓને ફાળવાયેલી કુલ રકમ |
રૂ.૫,૬૨,૪૭૦ |
સંશોધન દ્વારા અભ્યાસ
વિદ્યોદયની પ્રવૃતિમાં હમેશાં એક વિશિષ્ટતા રહી છે. વિદ્યાર્થીઓની સર્વાંગી પ્રગતિ અને તેના માટે પ્રવૃતિમાં વિવિધતા ઉપરાંત નાવીન્યતા અને અર્વાચીનતાની પણ હંમેશા કોશિષ રહી છે.
આ વખતે વર્ષ ૨૦૧૯-૨૦૨૦માં રીસર્ચ એન્ડ ડેવલપમેંટ પધ્ધતિથી વિદ્યાર્થીઓને માહિતીનું સંકલન, સમજણ કરાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. તેમને વિદ્યાલયદર્શન ઉપર કાર્ય કરવાનું સોંપવામાં આવ્યું.
ધો. ૬ની વિદ્યાર્થીનીઓને વિદ્યાલયના પક્ષીઓ અને ફૂલો ઉપર સંશોધન કરવાનું સોપવામાં આવ્યું, તેમણે લાયબ્રેરીની આજુબાજુમાં રાખવામાં આવેલ ફોટાઓનું નિરીક્ષણ અને ચાર્ટનો અભ્યાસ કર્યો. બગીચામાં ઊગતા ફૂલોનું અને શાળામાં આવતા પક્ષીઓનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરીને બાળાઓએ અભ્યાસ કર્યો. તેના ચિત્રો દોર્યા, તેના વિષે પુસ્તકાલયમાં જઈને માહિતી એકઠી કરી. બાળકોને માહિતીથી સભર થઈ તેયાર થવાનો પૂરો મોકો આપવામાં આવ્યો. બાળકોના કામનું ઉત્તમ પરિણામ આવ્યું.
ધોરણ ૭ની વિદ્યાર્થીનીઓને વિદ્યાલયના પ્રણેતા એવા શ્રી સુભદ્રાબેન શ્રોફના પરિચય – જન્મથી મૃત્યુ સુધીનો જીવન કાળ અને કાર્ય ઉપર સંશોધન કરવા પ્રેરણા આપવામાં આવી. વિદ્યાલયના વિશાળ મેદાનમાં આવેલી ખાંભીઓ પર આકૃત કરવામાં આવેલી માહિતી બાળાઓએ ભેગી કરી. તેમના જીવન અને કાર્ય ઉપર માહિતી મેળવી. ખાંભીઓમાં આપેલી માહિતી એકઠી કરવાનું કહેવામાં આવ્યું. મનીષાબેન અને રીટાબેને ચિત્ર અને કવયાતના પિરિયડમાં પુસ્તકોમાંથી સુભદ્રાબેન અંગે માહિતી એકઠી કરી પ્રવચનો આપ્યા અને બાળકોના મનમાં પ્રણેતા અને શિક્ષણ જીવનમાં ઉપકારી એવા શ્રી સુભદ્રાબેન શ્રોફના માટે મહાત્મ્ય ઉભું કર્યું. તેમના માટે Quiz Competition નું આયોજન કર્યું હતું. બાળકોએ Quizમાં ભાગ લઈ ઉત્તમ પરિણામ દર્શાવ્યું. તે લોકોના ઉત્સાહ અને પુરુષાર્થે આ ઉત્તમ પરિણામમાં ભાગ ભજવ્યો.
ધોરણ ૮ની વિદ્યાર્થીનીઓએ વિદ્યાલયના વૃક્ષો અને ઔષધિઓ જેવી કે તુલસી, અર્ડુંશી, મહેંદી, અરીઠા વગેરે ઉપર માહિતી એકઠી કરી. હરેશભાઈ અને ભીખુભાઈએ તેમેને માહિતી તથા માર્ગદર્શન પૂરું પાડ્યું. બાળાઓએ આ તો research કર્યું જ ઉપરાંત google ઉપર જઇને પુષ્કળ માહિતી એકઠી કરીને જ્ઞાનમાં વૃધ્ધિ કરી. તેમના માટે આ વિષય ઉપર Essay Competition રાખવામાં આવી હતી. તે વિદ્યાર્થીનીઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો અને ઉત્તમ પરીણામ આવ્યું.
આ ત્રણેય ધોરણની બધી જ બાળાઓએ રસ પૂર્વક પ્રવૃતિમાં ભાગ લીધો અને ઘણું જ્ઞાન પ્રાપ્ત કર્યું. એટલા ઉત્ત્સાહ અને ઉમંગથી તેમણે ભાગ લીધો કે પ્રથમ નંબર ૧૩ વિદ્યાર્થીનીઓને, દ્વિતીય નંબર૧૩ વિદ્યાર્થીનીઓને, અને તૃતીય નંબર ૧૩ વિદ્યાર્થીનીઓને ફાળવામાં આવ્યા. તા. ૯-૧-૨૦૨૦ ના રોજ ઇનામ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો અને તેમાં આ ૩૯ વિદ્યાર્થીનીઓને ઇનામો અને પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા.
ઉપરાંત લાયબ્રેરીમાં પણ ઇનામમાં આપેલી પુસ્તિકાઓની ૧,૧, નકલ આપવામાં આવી જેથી બધી જ વિદ્યાર્થીનીઓ તેનો લાભ લઈ શકે આ ઉપરાંત આ પ્રવૃતિ અને કાર્યક્રમ માટે જે શિક્ષિકા બહેનોએ પુષ્કળ પરિશ્રમ ઉઠાવ્યો હતો તેમને પણ પુસ્તક ઇનામ રૂપે આપી તેમનું અભિવાદન કરવામાં આવ્યું. પ્રાથમિક શાળાનાં આચાર્ય શ્રી ચેતનાબેનનો આભાર માની કાર્યક્રમ સમાપ્ત કરવામાં આવ્યો હતો.
કાર્યક્રમમાં આખી પ્રાથમિકશાળા, તેનો સ્ટાફ, આચર્ય હાજર હતા. ઉપરાંત વિદ્યોદય ફાઉન્ડેશનના મંત્રી કલ્યાણી મેહતા અને પ્રોજેક્ટ મેનેજર શ્રી ઉર્મિલાબેન દેસાઈ પણ હાજર રહી અને ઇનામ વિતરણમાં ભાગ લીધો હતો.
કોમપ્યુટર ડોનેશન
આજના વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં ગરીબ પરિવારના બાળકો અને જરૂરિયાતમંદ બહેનોને કોમપ્યુટર શિક્ષણ મળી શકે તે દિશામાં વિદ્યોદય ફાઉન્ડેશને પ્રયત્ન કર્યો. રીમોટ એરિયામાં કામ કરતા ટ્રસ્ટનો સમ્પર્ક કર્યો. તેમાં ત્રણ ટ્રસ્ટને પસંદ કર્યા.
- વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ–બગસરા વંચિત પરિવારના ગરીબ બાળકો અને જરૂરિયાતમંદ બહેનોને શિક્ષણ આપે છે. તેથી વિદ્યોદય ફાઉન્ડેશને સી-મેટ્રીક સોલ્યુશન પ્રા.લી. દ્વારા ૨૦ કોમપ્યુટર વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ–બગસરાને આપ્યા
- વિરાયતન વિદ્યાપીઠ-માંડવી તાલુકાના જખણીયા વિરાયતન કચ્છનાં અંતરિયાળ પ્રદેશમાં શાળા ચલાવે છે. જે પ્રદેશમાં કોમપ્યુટરનું શિક્ષણ બહુજ અલ્પ પ્રમાણમાં છે.તેથી વિદ્યોદય ફાઉન્ડેશને સી- મેટ્રીક સોલ્યુશન પ્રા.લી. દ્વારા ૪૫ કોમ્પુટર વિરાયતને ફાળવ્યા.
- શ્રી વલ્લભ કન્યા કેણવણી મંડળ-રાજકોટ ગામડાની બાળાઓને પ્રથમ દાખલો આપવામાં આવે છે. આ ગામડાની બાળાઓને કોમપ્યુટરનું શિક્ષણ સરળતાથી મળે તેથી વિદ્યોદય ફાઉન્ડેશને સી-મેટ્રીક સોલ્યુશન પ્રા.લી. દ્વારા ૧૧ કોમપ્યુટર શ્રી વલ્લભ કન્યા કેણવણી મંડળને ફાળવ્યા.
ચિનગારી
ચિનગારી કાર્યક્રમ આ વર્ષની શરૂઆતથી જ વેગવંતો રહ્યો છે. શાળાના આચાર્ય અને શિક્ષકોના સંયોગથી સંખ્યા વધી છે. ધોરણ ૧,૨ નાં વિદ્યાર્થીઓ ઉપરાંત ધોરણ ૩,૪ માં નબળા રહી ગયેલા બાળકોને ચિનગારીમાં શામેલ કરવામાં આવ્યા. આ જોઈને પ્રાથમિક શાળાના બાળપ્રેમી ટ્રસ્ટી શ્રી પ્રફુલભાઈના ફાર્મહાઉસમાં બાળકોને આમંત્રણ આપવામાં આવ્યું. બાળકો મુલાકાતે ગયા અને ત્યાં રમતો રમ્યા, ગીતો ગયા, માટીકામ અને ચિત્રકામ કર્યું. પર્ણ ભેગા કરવાનું કામ કર્યું અને સુશોભન શીખ્યા.
- આ ઉપરાંત બાળકોએ ગૌશાળાની અને એરપોર્ટની મુલાકાત પણ લીધી.
- સંસ્થામાં યોજાતા યોગદિવસમાં બાળકોને યોગ વિશેનો પાયાનો ખ્યાલ આપ્યો. ધોરણ ૧નાં બાળકોને પલાઠી મારી બેસતા શીખવ્યું.
- ધોરણ ૧નાં વાલિલીઓની પહેલી મીટીંગમાં ચિનગારીનો પરિચય આપવામાં આવ્યો. ઉપરાંત શિસ્તના પાયાના ખ્યાલોનો પરિચય પણ કરાવ્યો. હર્ષિદાબેને સ્વરચિત ઘડિયા ગીતો શીખવ્યાં.
- ધોરણ ૧ થી ૪ ના બાળકોની રોટરી દ્વારા મૂલ્યાંકન ટેસ્ટ લેવામાં આવી. તેમાં નબળા બાળકોને ચિનગારીમાં સમાવ્યા અને વાંચનના સઘન અભ્યાસની પ્રેક્ટીસ આપી.
