સહાયની કેડીએ

howwehelpનાના ગામડાઓમાં ચાલતી લોકશાળાઓ તથા આશ્રમશાળાઓમાં પ્રાથમિક શિક્ષણ લેતાં બાળકોમાંથી તેજસ્વી, વિકાસોન્મુખ બાળકોના નામની ભલામણ ત્યાંના શિક્ષકો કરે છે. તેમને આગળ અભ્યાસ માટે આ ફઉન્ડેશન આર્થિક સહાય કરે છે.

નાના ગામડાઓમાં ઝડની છા્માં ભણાતા, રેલ્વેસ્ટેશન પર માગતા ફરતા, કાગળ વીણતા, મજુરી કરતા, ચાના ગલ્લા પર કામ કરતા બાળકોને સમાજસેવકો કેળવે છે. તેમને બહેતર જીવન આપવા માગતા હોય તેવા પસંદ કરેલા બાળકોની સમાજસેવકો ભલામણ કરે તેવા તેજસ્વી બાળકોને આથિક સહાય કરે છે. અને ગ્રામ્ય શાળઓમાંથી રજીસ્ટર થયેલા બાળકોની માહિતી મેળવી વિદ્યાભ્યાસ માટે જરૂરી ફી માટે સહાય કરે છે.

વિદ્યોદય ફાઉન્ડેશને “ચિનગારી” નામના કાર્યક્રમમાં સંયુકત અભ્યાસનુ માળખુ તૈયાર કર્યુ છે. તેમાં પસંદ કરેલા તેજસ્વી  વિદ્યાર્થીઓને  નાના નબળા વિદ્યાર્થીને ભણાવવાનું કાર્ય સોપવામાં આવે છે અને તે માટે ફાઉન્ડેશન તેજસ્વી વિદ્યાથીઓને આર્થિક વળતાર આપે છે જે તેમને પોતાના અભ્યાસમાં ઉપયોગી થઇ શકે.

 

ભવિષ્યની યોજનાઓ

  • FuturePlansવિદ્યોદય ફાઉન્ડેશન માદયમિક વિભાગના હોશિયાર બાળકો તદ્દન નબળા અને નાના બાળકોને  લેખન— વાચન ગણન શીખવશે તેનું વળતઅર  હોશિયાર બાળકો મળશે.
  • વિદ્યોદય ફાઉન્ડેશન તેજસ્વી વિદ્યર્થીને ફી માટે આર્થિક સહાય કરશે.
  • વિદ્યોદય ફાઉન્ડેશન શિક્ષણનું પાયાનું કામ કરવા માટે પુસ્તકો —સાઘનો પૂરા પાડશે.
  • વિદ્યોદય ફાઉન્ડેશન અભ્યાસ કીટ તૈયાર કરશે જે વિદ્યર્થીને અભ્યાસમાં સહા્યભુત થઇ શકે.
  • વિદ્યોદય ફાઉન્ડેશન મોબાઇલ લાઇબ્રેરી શરૂ કરશ જેનાથી વિદ્યર્થીને અભ્યાસમાં વધારે રસ પડે.
  • વિદ્યોદય ફાઉન્ડેશન દ્રશ્ય— શ્રવ્ય સાધનો વસાવશે જેનાથી  વિદ્યર્થીને ભણવા સાથે ગમ્મત મળે.
  • વિદ્યોદય ફાઉન્ડેશન તેજસ્વી બાળકોને ઇનામો આપી પ્રોત્સાહિત કરશે જેથી ભવિષ્યમાં વધારે આગળ વધી શકે. આતો ગરીબ બાળકોને બહેતર જીવાન તરફ વાળવાની ફાઉન્ડેશની ઉત્સાહસભર આશાસ્પદ શરૂઆત માત્ર છે