૨૦૨૦–૨૧

વિદ્યાર્થીઓને આર્થિક સહાય

આર્થિક સહાય મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા

૧૦૨

ગુજરાતની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓને ફાળવાયેલી કુલ રકમ

રૂ.૬,૬૭,૯૫૦:૦૦

આખું જગત Panedemic ના મારથી શોકગ્રસ્ત થઈ ગયું છે, સ્તબ્ધ થઈ ગયું છે. ઘણી બધી ગંભીર સમસ્યાઓ સર્જાય છે. એમાની એક છે ભારતીય શિક્ષણ ઉપર પડેલી ની અસર. ઘણા તાત્કાલિક ફેરફારો અને તેનો સ્વીકાર અત્યંત આવશ્યક છે.

એડમિશન મોડા થઈ રહ્યા છે. ઘણા બધા વિદ્યાર્થીઓ નિરાશ થઈ ગયા છે. પરીક્ષાઓની તારીખ અનિશ્ચિત મુદત સુધી લંબાવવામાં આવી છે.

આ બધી વિકટ પરિસ્થિતિઓ વચ્ચે પણ વિદ્યોદય ફાઉન્ડેશન સહજતાથી કામ કરી રહ્યું છે. તે માત્ર અને માત્ર દાતાઓની સમજદારી પૂર્વકની સહાયથી અને સહયોગથી. અમારા ટ્રસ્ટીઓએ નિર્ણાયાત્મક પગલું ભર્યું છે કે દાતાઓની મળેલી સહાયને એળે નહીં જવા દઈએ.

જરૂરતમંદ વિદ્યાર્થીઓને ફાઉન્ડેશન તરફથી મળતી સહાયથી વંચિત ન રાખતા આવી વિકટ પરિસ્થિતિમાં પણ ફાઉન્ડેશન ઉત્સાહપૂર્વક કાર્ય કરી રહ્યું છે. Covid અને તેને લઈને લાદવામાં આવેલા કર્ફ્યૂ ને અને તેના નિયમોનું પાલન નજર અંદાજ ન કરતા બધી જ સહાય કરવામાં આવી છે.

સામાન્યપણે જ્યારે ફોર્મ્સ દેવામાં આવે ત્યારે વિદ્યાર્થીઓને વાલીઓ સાથે બોલવવામાં આવે છે. જેથી તેમના આખા વર્ષના શૈક્ષણિક વિકાસ અંગે જાણકારી પ્રાપ્ત કરી તેમને ફોર્મ્સ દઈ શકાય. પરંતુ આ વખતની ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને Social Distancing જાળવવા ફોર્મ્સ દેતી વખતે, ભરેલા ફોર્મ્સ લેતી વખતે અને ચેક દેતી વખતે વિધાર્થીઓને ન બોલાવી માત્ર એકજ વાલીને આ કાર્ય કરવું એવું નક્કી કર્યું હતું.

સામાન્ય સંજોગોમાં વિદ્યાર્થીઓને એકત્ર કરી તેમના શૈક્ષણિક, માનસિક, શારીરિક અને સામાજિક વિકાસ અર્થે પ્રવૃતિઓ યોજવામાં આવે છે. પરંતુ આવા વિકટ સમયમાં વધારે વ્યકિતઓનું એકત્ર થવું યોગ્ય ન લગતા અમે વિદ્યાર્થીઓની પ્રવૃતિઓ ગોઠવી નથી.

ફોર્મ્સ અને ચેક આપતી વખતે પણ એક જ વાલીને બોલવવામાં આવ્યા હતા. વિધાર્થીઓને બોલાવ્યા ન હોવાથી વિદ્યાર્થીઓના ફોટો અને તેમના મંતવ્ય લઈ શકાયા નથી.

આ બધી મુશ્કેલીઓ વચ્ચે પણ અમારા ટ્રસ્ટીઓએ નિર્ણયાત્મક પગલું ભરીને વિદ્યાર્થીઓના શિક્ષણમાં કોઈ આંચ ન આવે તેનું ધ્યાન રાખ્યું હતું. અને તેમને મળતી સહાયમાં કોઈ અવરોધ ન આવે તે ધ્યાનમાં રાખીને કુલ રૂ.6,68,550.૦૦ ની સહાય ૧૦૨ વિધાર્થીઓની ફી ભરીને કરવામાં આવી છે.

 

૨૦૨૧ – ૨૦૨૨

 

વિદ્યાર્થીઓને આર્થિક સહાય

આર્થિક સહાય મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા

૧૦૪

ગુજરાતની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓને ફાળવાયેલી કુલ રકમ

રૂ.૬,૭૪,૯૫૫:૦૦

 

આ બધી જ અસ્ત વ્યસ્ત પરિસ્થિતિમાં પણ વિદ્યોદય ફાઉન્ડેશને ઉદાર દાતાઓની મદદથી કામ કરવાનું ચાલુ રાખ્યું હતું. જ્યારે બીજી તરંગ ગુજરાતમાં શાંત થવા આવી હતી, ત્યારે ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર માં અમે રાબેતા મુજબ આર્થિક સહાય આપી. આ વખતે ફૉર્મ વિતરણ વખતે અને ભરેલા ફોર્મ પાછાં લેતી વખતે તથા ચેક વિતરણ કરતી વખતે બધાને જુદા જુદા સમયે બોલાવીને મહામારી વખતના નિયમોનું પૂરું પાલન કર્યું હતું. અને સામાજિક અંતર રાખવાની પણ કાળજી પુરેપૂરી લીધી હતી. ૨૦૨૦ની સાલમાં અમે મહામારીને કારણે વિદ્યાર્થીઓ બોલાવી શક્યા નહોતા પણ ૨૦૨૧માં વિદ્યાર્થીઓને તેમના વાલી સાથે, તેમને આપેલા સુનિશ્ચિત સમયે બોલાવ્યા હતા. જેથી ફાઉન્ડેશન ના કાર્યકરો મહામારી વખતના નિયમોનું પૂરું પાલન કરીને વિદ્યાર્થીઓને વ્યક્તિગત રીતે તેમની સાથે વાતચીત કરી શકે. વિદ્યાર્થીઓએ તેમના અનુભવો અને online શિક્ષણ વખતે ઊભી થતી મુશ્કેલીઓની રજુ વાત કરી. અમે ધીરજ પૂર્વક તેમની વાત સાંભળી યોગ્ય સૂચનો કર્યા અને તેમના ઉત્સાહ અને ઉલ્લાસના ભાગીદાર બન્યા.

 

નિબંધ હરિફાઇ :

ડો. વિક્રમ સારાભાઈની જન્મ શતાબ્દિનાં દિવસે ડો. વિક્રમ સારાભાઈ વિષય ઉપર નિબંધ હરિફાઈ યોજવામાં આવી હતી.

આ વર્ષમાં માત્ર આ એકજ ઈત્તર પ્રવૃતિ કરવાની શક્ય બની જે રાજકોટમાં વલ્લભ કન્યા કેળવણી મંડળની શાળામાં યોજવામાં આવી હતી. ડો. વિક્રમ સારાભાઈની જન્મ શતાબ્દિ નિમિતે લોક વિજ્ઞાન કેન્દ્રના ડાયરેક્ટર ડો. રમેશભાઈ ભયાણીની મદદથી ડો. વિક્રમ સારાભાઈ ઉપર લખાયેલી પુસ્તિકા વિદ્યાર્થીઓમાં વહેંચવામાં આવી. આ પુસ્તકના વચન પછી ધોરણ ૮ અને ૯ ના વિદ્યાર્થીઓ વચ્ચે ડો. વિક્રમ સારાભાઈ ઉપર નિબંધ લેખનની સ્પર્ધા રાખવામાં આવી હતી. દરેક ધોરણને ૧લુ, ૨જુ અને ૩જુ પારિતોષિક આપવામાં આવ્યું.

કેમ્પસમાં રહેતા વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક સહાય તથા કાઉન્સેલીંગ પ્રવૃતિઓ ચિનગારી પ્રોજેક્ટ દ્વારા ચાલુ રાખવામાં આવી હતી.