૨૦૨૪–૨૫

વિદ્યાર્થીઓને આર્થિક સહાય

આર્થિક સહાય મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા

૧૦૭

ગુજરાતની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓને ફાળવાયેલી કુલ રકમ

રૂ.૮,33,3૧૫:૦૦

વિદ્યોદય ફાઉન્ડેશન આર્થિક રીતે પછાત બાળકોને શિક્ષણની ઉજળી તક આપી તેમને વધુ ઉચ્ચતર જિંદગી જીવવાની અને ભવિષ્યમાં આગળ વધવાની ઘણી શક્યતાઓ ઉભી કરે છે.

વિદ્યોદય ફાઉન્ડેશન આપણાં સમાજની મર્યાદાઓ અને અનેક મુશ્કેલીઓમથી પસાર કુટુંબો તેમના બાળકોના શિક્ષણ પ્રત્યે જાગૃત છે. પ્રત્યેક બાળકના વ્યક્તિગત વિકાસ જેમકે તેમનામાં નિર્ણય શક્તિ,તાર્કિક વિચાર શક્તિ,માનસિક ક્ષમતા, મૂશ્કેલીઓનો સામનો કરવાની શક્તિ વિગેરે ગુણો તેના માટે પરિશ્રમ લે છે.

જ્યાં છોકરાઓનાં શિક્ષણને છોકરીઓના શિક્ષણ કરતા વધુ પ્રાધાન્ય આપવામાં આવે છે તેવા તેવા બાળકોના મા- બાપને આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યા હોય તેમને બાળાઓનાં શિક્ષણ માટે સહાય કરી વિદ્યોદય ફાઉન્ડેશન સ્ત્રી પુરુષોના સમાન અધિકારને સમર્થન આપે છે.

આર્થિક સંકટોનો સામનો કરતા કુટુંબોનાં બાળકોની ફી ભરી વિદ્યોદય ફાઉન્ડેશન બાળકોને હિણપતભરી પરિસ્થિતીમાંથી ઉગારી લે છે. બાળકોની ફી ભરીને બાળકોની વિધવા મતાઓની કૌટુંબિક જ્વાબદારી માંથી કઈક અંશે મુક્ત કરે છે અને તેઓ રાહતનો શ્વાસ લઈ શકે છે.

નિબંધ સ્પર્ધા, વાર્તા કથન સ્પર્ધા

થોડા જ વર્ષોમાં આપણે જે પ્રગતિ કરી, તે પ્રગતિએ સમાજનાં બધા જ જુદી જુદી ઉમરનાં લોકોનાં ઘડતરમાં ઘણો મોટો ફાળો આપ્યો છે તેની સૌથી વધારે અસર બાળકો પર પડી જેમની જીંદગીની શરૂઆત જ નવા યુગ પ્રમાણે થઈ.

પહેલાના જમાનમાં દાદાજી અને દાદીજીની વાર્તાઓ, ગીલ્લી દંડો, લખોટી જેવી રમતમાં બાળપણ વીતતું અને એક કુટુંબનો, મિત્રોનો જાણે મેળો જામતો અને એક બીજાના સથવારે સંસ્કારોનું સિંચન થતું. પરંતુ જેમ જેમ જમાનો બદલાતો ગયો તેમ તેમ મોબાઈલ, કોમ્પ્યુટર, ટીવી. નો વપરાશ વધતો ગયો. મિત્રો અને કુટુંબના સભ્યોને બદલે હવે ટીવી. પર સિરિયલ, મોબાઈલ પર વોટસપ, જાહેર ખબરો અને ઇન્ટરનેટના જમાનાએ લોકો પર ખાસ કરીને બાળકોના જીવન ઉપર ઘણી ઊંડી અસર કરી. જેને લીધે બાળકો વધારે ને વધારે એકલવાયા થતાં ગયા ટીવી અને મોબાઈલની દુનિયામાં ખોવાઈ ગયા જે ઉમરે એક બીજાના સહવાસમાં જીંદગીની પળો વીતે, એક બીજાની મૂશ્કેલીઓ સમજે, એકબીજાના અનુકરણથી ઘણું શીખે તે બધું માત્ર યાદગીરી રૂપે જ રહી ગયું. તેથી નિબંધ સ્પર્ધા, વાર્તા કથન સ્પર્ધા નું આયોજન કર્યું.

રમતો ઉત્સવનો આનંદ

આ પળોની સ્મૃતિ તાજી થાય, એકબીજા સાથે બાળકો હળે મળે, ઘરની બહાર નીકળે, શારીરિક, માનસિક અને બૌધ્ધિક સ્વાસ્થ્ય સારું થાય એ આશયથી અમે જુદી જુદી નીચેની સ્પર્ધાઓનું આયોજન કરેલ જેવી કે, જુદી જુદી રમતો જેવી કે કોથળા દોડ, ત્રિપગી દોડ, વિઘ્ન દોડ, દોરડા કૂદ, લીંબુ ચમચો, આખે પાટા બાંધી માટલાં ફોડ વગેરે ..જેનું ફળ અમે તેમના પરિણામમાં જોઈ શક્યા.