૨૦૨३–૨૪

વિદ્યાર્થીઓને આર્થિક સહાય

આર્થિક સહાય મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા

૧૦૫

ગુજરાતની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓને ફાળવાયેલી કુલ રકમ

રૂ.૭,૬૧,૬૭૦.૦૦

વિદ્યોદય ફાઉન્ડેશન બાળકોના અભ્યાસ માટે કાર્ય કરે છે જ્યાં અમે ગરીબ બાળકોને સ્વાવલંબી  બનાવવા માટે સમર્થન આપીએ છીએ જેથી તેઓ વધુ સારું જીવન જીવી શકે અને ભવિષ્યમાં ઘણી શક્યતાઓ મેળવી શકે.

વિદ્યોદય ફાઉન્ડેશન આપણા સમાજની મર્યાદાઓ અને પરિવારો દ્વારા સામનો કરવામાં આવતા પડકારોથી વાકેફ છે, જે બાળકોના શિક્ષણને મર્યાદિત કરે છે અથવા અવરોધો ઊભા કરે છે. અમે એક મજબૂત ઇકોસિસ્ટમ પ્રદાન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ જેથી દરેક બાળકમાં સ્વસ્થ સામાજિક ક્રિયા પ્રતિક્રિયાની કુશળતા, નિર્ણય લેવાની ક્ષમતા, માનસિક ચપળતા, સમસ્યાનું નિરાકરણ કરવાની કુશળતા અને તાર્કિક વિચારસરણી જેવી મહત્વપૂર્ણ કુશળતા વિકસાવી શકે.

અમે કોને મદદ કરીએ છીએ

અમે છોકરીઓના શિક્ષણને ટેકો આપવા માટે આગળ વધીએ છીએ, બે કે તેથી વધુ બાળકો ધરાવતા આર્થિક રીતે નબળાં માતાપિતા ઘણીવાર પુત્રના શિક્ષણને પ્રાથમિકતા આપે છે. તેવી બાળાઓની ફી ચૂકવીએ છીએ.

જેઓ આર્થિક રીતે નબળાં પરિવાર માંથી આવે છે તેમના માતાપિતા વાર્ષિક ફી ચૂકવી શકતા નથી ત્યારે તે વિદ્યાર્થીઓને એકલા પાડી વર્ગ ખંડમાં અપમાનિત કરવામાં આવે  છે અમે એવા વિદ્યાર્થીઓને ટેકો આપી તેમની વાર્ષિક ફી ચૂકવી દઈએ છીએ જેથી તેઓ ચિંતા મુક્ત રહીને શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે.

અમે સિંગલ માતાઓ, જે પોતે અશિક્ષિત હોઈ , બીજાને ત્યા ધરકામ કરી તેમના બાળકોની જરૂરીયાતો અને  ખોરાક પૂરો પાડવા માટે સંઘર્ષ કરે છે તેવી સિંગલ માતાઓ ના બાળકોને જરૂરી શિક્ષણ મળી શકે માટે તેમની વાર્ષિક ફી ચૂકવી દઈએ છીએ જેથી તેઓ શાંતિથી અભ્યાસ કરી શકે.  

ચિનગારી પ્રોજેક્ટ

આ પ્રોજેક્ટ એ વિચાર પર આધારિત છે કે સિનિયર વિદ્યાર્થીઓ  જેવા કે   ૯,૧૦,૧૧ ધોરણ ના વિદ્યાર્થીઓ  ૧ થી ૪ ધોરણ ના જુનિયર વિદ્યાર્થીઓને ટ્યૂશન આપે છે. શિક્ષકોની દેખરેખ હેઠળ જુનિયર વિદ્યાર્થીઓને વ્યક્તિગત સહાય પૂરી પાડવામાં આવે છે, જેનાથી તેમના નબળાં પાસા ઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું સરળ બને છે. આ દરેક વિદ્યાર્થીઓનું  વ્યક્તિગત રીતે ધ્યાન રાખવામાં આવે છે જેથી તેમને જરૂર મુજબ ખાસ કાળજી મળી શકે જેથી ભણવામાં તેમની કક્ષાના બાળકોની સાથે બરાબરી કરી શકે.

આ પ્રોજેક્ટ સિનિયર વિદ્યાર્થીઓને તેમના શિક્ષણ અને નેતૃત્વ કૌશલ્યને આગળ વધારવા માટે શીખવાની તકો પૂરી પાડવાનો પણ એક પ્રયાસ છે. બદલામાં, ફાઉન્ડેશન આ વિદ્યાર્થીઓને તેમના યોગદાન માટે નાણાકીય ચુકવણી પણ કરે છે.

આ પ્રોજેક્ટમાં ભાગ લેનારા તમામ સહભાગીઓને મળતો ફાયદો પાછળ રહેલા વિદ્યાર્થીઓ તેમજ ઉચ્ચ પ્રદર્શન કરતા વિદ્યાર્થીઓની તેજસ્વીતાને પ્રકાશિત કરવા માટે ઉત્સાહ અને ગતિ ઉત્પન કરે છે. પરિણામે ટ્યુશન મેળવતા વિદ્યાર્થીઓએ વર્ગખંડમાં એકંદર ઘણું સારું પ્રદર્શન કર્યું છે. બાળકોના શિક્ષણમાં સૌથી મહત્વપૂર્ણ પરિબળ એ છે કે આપણે તેમને શીખવાનો આનંદ માણવાનું કેટલું શીખવીએ છીએ! બાળકને અભ્યાસમાં આનંદ માણવાનું શીખવવું એ તેમની બૌદ્ધિક સફળતાની સૌથી મોટી બાંયેધરી છે.

ચિનગારી માટે આ દસમું વર્ષ છે અને આ કાર્યક્રમ સમય જતાં વિવિધ જીવન અને શિક્ષણિક પરિસ્થિતિઓમાં વિદ્યાર્થીઓને સમાવવા માટે વિકસિત થયો છે. કાર્યક્રમને વધુ સારો બનાવવા માટે શિક્ષણની નવી પદ્ધતિઓ અને વિવિધ વ્યૂહરચના ઓનો પ્રયાસ કરવામાં આવ્યો છે.