વિદ્યાર્થી અભિપ્રાય

અમે નાના નબળા વિદ્યાર્થીને શીખવાડીએ છીએ.મને નાના— નાના વિદ્યાર્થીઓને ભણાવવાની ખુબ મજા પડે છે.તેમને પણ મજા આવતી હોય તેવુ લાગે છે. તેઓ વધુ શીખવા અને આગળ વધવા તત્પર રહે છે. આમ અમને ભણાવવાનો અનુભવ સાથે પણ મળે છે.

 ફોરમ બુસા

શ્રી કડવીબાઇ વિરાણી કન્યા વિદ્યાલય.રાજકોટ.

 

મારી ફી નહોતી ભરાણી તેથી અમારા વર્ગ શિક્ષક મને વર્ગમાં ઉભી કરી ગુસ્સો કરતા અને છોકરાઓ ખીજવતા પરંતુ વિદ્યોદય ફાઉન્ડેશન દ્બારા મારા આખા વર્ષની ફી ભરાઇ ગઇ તેથી હવે મારે અપમાનીત થવુ નથી પડતુ. હવે હું આનંદથી ભણી શકું છું.

હરશીતા સોલંકી

 નવજિવન હાઇસ્કુલ વડોદરા

 

મારી માં બીજાના ઘરના કામ કરી અમારૂ ઘર ચલાવે છે. ઘરખર્ચમાં પહોચી નહોતુ વળાતુ ત્યાં મારી ફીના પૈસા બચતા નહોતા. તે મને ભણવામાથી ઉઠાડી લેવાના હતા, પણ વિદ્યોદય ફાઉન્ડેશન દ્બારા મારા આખા વર્ષની ફી ભરાઇ ગઇ તેથી મારો અભ્યાસ ચાલુ રખી શક્યો.

જાનકી પરમાર

 કે. સી. પ્રજાપતિ વિદ્યાલય.વડોદરા

 

હું નાના બાળકોને ભણાવવા ગઇ ત્યારે તેમને કકો—બારખડી પણ આવડતી નહોતી, તેથી તેમને ભણવામાં આળસ આવતી પણ મેં તેમને આગળ વધારવા માટે ખુબ મહેનત કરી અને તેમને કકો—બારખડી બરોબર શીખડાવ્યો તેથી તેમને વાંચતા—લખતા આવડી ગયુ અને ભણવામાં મજા પડવા લાગી.

ધારા વિપુલભાઇ વોરા

 શ્રી કડવીબાઇ વિરાણી કન્યા વિદ્યાલય.રાજકોટ.

 

મારી મમ્મી  રસોઇ બનાવે છે. હું ધોરણ  ૭માં અભ્યાસ કરુ છું.હું ભણીને ખૂબ આગળ વધીને હું મારી મમ્મીને સુખી કરવા માગુ છું. હું મારી મમ્મીને દુઃખી જોઇ શકતી નથી.વિદ્યોદય ફઉડેશન તરફથી મળેલ મદદથી ભણીને હું ખૂબ આગળ વધીને દેખાડીશ. સમય આવશે ત્યારે તમે મને અભ્યાસ કરવા જે પૈસા આપ્યા છે તે નુ તમને પરીણામ બતાવીશ.એ વાયદો હું મારી જાતને સોપુ છું. હું  વિદ્યોદય ફઉડેશનનો આભાર માનુ છું.

કશીશ ઝવેરી

   ન્યૂ હેવન વિદ્યાલય, વડોદરા

 

હું પ્રાચી મારા પિતા નહોવાથી મારી માતાા અને વિદ્યોદય ફઉડેશનની મદદથી ભણી ગણીને ડોકટર બનીને મારી માતાનું પાલણ પોષણ કરીશ અને મારી જેમ પિતા વિનાની દીકરીઓને વિદ્યોદય ફઉડેશનની જેમ ભણતરમાં મદદ રુપ બનીશ અને તેઓને પણ ભણવાની તક આપીશ.

પ્રાચી રોહીત

    જીવન સાધના પ્રાથમિક શાળા, વડોદરા

 

મને ભણવાનુ ખુબ ગમેછે. પણ મારા ઘરમાં બા દાદા કહેતાકે આ કાઇં ભણવાની નથી ત્યરે મને ખુબ દઃખ થતુ.અમે ત્રણ ભાઇ બહેન છીએ અને અમારી સ્થીતી બધાની ફી ભરી શકાય તેવી ન હોતી, ત્યારે વિદ્યોદય ફઉડેશન અમારી મદદે આવ્યું અને હું ભણવાનુ ચાલુ રાખી શકી. વિદ્યોદય ફઉડેશનનો આભાર.

કિંજલ રોહિત—ધો.—૬

    આચાર્ય માનવ પ્રાથમિક શાળા, વડોદરા

 

મને બાળકોને ભણાવવાનો ખુબજ શોખ છે અને તેમાં મને ખૂબજ આનંદ મળેછે. હું મોટી થઇને શિક્ષક બનવાનું વધારે પસંદ કરીશ. નાના બાળકોને રમતા— રમતા ભણવુ ગમે છે અને અમને પણ એક નવો અનુભવ થાય છે કે બાળકોના મનમાં શું વિચાર ચાલતા હોય તે તો નથી ખબર પણ એ જરૂર શીખવા મળ્યું કે અમારા શિક્ષક અમને કેવી રીતે ભણાવતા હશે? નાના બાળકોને લખાવવામાં અને બોલાવવામાં આપણે ઘણી વાર બોલવું પડે છે પછી તે બોલે છે કે લખે છે. આપણાથી નાના બાળકો પર ગુસ્સો ન કરાય, પ્રેમથી સમજાવવુ પડે. મને નાના બાળકોને ભણાવવાથી જુદા—જુદા અનુભવો થાય છે.મારા જીવનના સુખદ પ્રસંગો માંનો આ એક અનુભવ છે.“ચિનગારી“ના કામ દરમ્યાન મને મળતા પૈસા માંથી હું મારા પુસ્તકો તથા મંારી જરૂરી વસ્તુઓ લઇ શકુ છુ. તેથી મને આનંદ થાય છે.

કાલીંદીં વાઘડીયા

     શ્રી કડવીબાઈ વિરાણી કન્યા વિદ્યાલય, રાજકોટ

મારી પાસે જે કાંઇ છે તે બીજા સુધી પહોચાડવું તે મારો શોખ છે.મારી શાળામાં ધો.—૧ ૨ ૩ ના બાળકોને નવુ નવુ શીખવી હું મારો શોખ પૂરો કરું છું. મને રવિવારે વહેલા ઉંઠવું ના ગમે. પણ ભણાવવાની ઘેલછા પુરી કરવા વહેલા ઊઠી તૈયાર થઇ નાના ભુલકાંઓને ભાષાજ્ઞાન જેમાં વાંચન, લેખન, શ્રુતલેખન કરાવવાની તેમજ શરૂઆત ને અંતમાં રંગબેરંગી કપડંામાં મસ્ત બનીને અભિનય કરતાં બાળકોને જોવાનો આનંદ કંઇક અલગ હોય છે. જે હું ઉંત્સાહ પૂર્વંક દર રવિવારે માણું છું.

“ચિનગારી“ પ્રોગરામ માંથી મળતા પૈસા મારી કમાણીના છે તેનો મને આનંદ છે.

હિતાંશી રાઠોડ

    શ્રી કડવીબાઈ વિરાણી કન્યા વિદ્યાલય, રાજકોટ

પલ પલ નમું છું ભગવાનને ,એકજ પ્રાર્થના કરંુ છું ગઢપણ જાય પણ બાળપણ કદી નજાય અમારે આંગણે ..બાળકો સાથે રમવું અને તેમને રમાડતાં રમાડતાં ભણાવવું એ મારો અત્યાર સુધીનો સૌથી સુખદ અનુભવ છે. તેમને ભણાવતા ભણાવતા હું પણ તેમની સાથે બાળક બની જાઉં છું. બાળકોને ભણાવવું કોને ના ગમે? તેમની સાથે કાલી ઘેલી વાતો કરવી તો બધાને ગમે. હું તો ફક્ત એક નવો અને રોમાંચક અનુભવ મેળવવા બાળકોને ભણાવું છંુ. મારું સ્વપ્ન શિક્ષક બનવાનુ છે. જેની તાલીમ હું આજ શાળામાંથી મેળવી રહી છું. હવે અમને સમજાય ચે કે અમારા બધાંજ ગુરુજનો કેટલી મહેનતથી અમને ભણાવે છે. એક શિક્ષક અને એક વિદ્યાર્થીની બંને સાથે મળી નાની વિદ્યાર્થીનીઓને ભણાવી “ચિનગારી“ પ્રોજેકટમાં જોડાઇ છે. બાળકો સથે તો મારી લાગણી બંધાઇ ગઇ છે. હુ બધું ભૂલી શકીશ,પરંતુ બાળકોને ભણાવવું અને અમારા શિક્ષક સાથે કામ કરવાનુ કદી નહીંં ભૂલુ. આ મારો સૌથી યાદગાર અનુભવ છે.
“ફરી બનવા ચાહું બાળ નાનું “
“ચિનગારી“ના કામ માંથી મળતા પૈસાથી હું મને અભ્યાસમાં કામ આવતી સામગ્રી મારી જાતે ખરીદી શકું છું તેનું મને ગૌરવ છે.

   હેત્વી જોબનપુત્રા

    શ્રી કડવીબાઈ વિરાણી કન્યા વિદ્યાલય, રાજકોટ

ર્ચિનગારી માં નાના બાળકો ધોરણ ૧ —૨ના કે જેઓ નબળા છે જેમને વાંચતા—લખતા નથી આવડતું તેમને વાંચતા—લખતા શીખવાડવાનું, તેઓ પોતાનો અભ્યાસ જાતે કરી શકે તે માટે સક્ષમ બનાવવાના. મારા માટે અ કાર્ય નવુ હતુ અને મને તેમાં ખુબ રસ પડયો.

દરરોજ સવારે પ્રાર્થના દરમિયાન હું એ નબળા બાળકોને ભણાવુ છંુ અન મને આ કાર્ય કરવામાં ઘણો આનંદ અને સંતોષ મળે છે. તેમજ ચિનગાર્રી નુ કાર્ય કરતા મને થોડા—ઘણા જે પૈસા મળે છે તેનાથી મારો નાનો એવો ખર્ચ જેમકે ટ્રાન્સપોર્ટેશન, બુકસ અને જરૂરી વસ્તુઓ લઇ શકુ છું.
ર્ચિનગાર્રી માં કામ દરમિયાન ઘણા સહકાર્યકર બહેનોને મળવાનું થયું અને તેમની પાસેથી ઘણુ શીખવા મળ્યું. આ કામ અપાવવા બદલ હું ઊર્મિબેનની હંમેશા આભારી રહીશ.હું હમેશાર્ ચિનગાર્રી પ્રોજેકટ સાથે જોડાઇ રહેવા માંગું છું.

આશના પિત્રોડા

    એન્જિનિયરિંગ કોલેજ

હું ખૂબ જ ઉમળકાભેર લાગે છે, કારણ કે મારા ફી સંપૂર્ણપણે વિદ્યોદય ફાઉન્ડેશન દ્વારા ચૂકવવામાં આવે છે. હું વિદ્યોદય ફાઉન્ડેશન જે મારા ફી ચૂકવી છે માટે આભાર.

ઇપ્સા પાઠક -ધો.૧0

    શ્રેયસ હાઇસ્કૂલ, વડોદરા