ઉદેશ્ય

ચિનગારીનું ઉદેશ્ય:

  • IMG_0048ઘોરણ ૧ અને ઘોરણ ૨ના પાછળ રહી ગયેલા વિદ્યાર્થીઓને તેમનાં વર્ગ શિક્ષકની મદદથી વર્ગનાં આગળ નીકળી ગયેલાં વિદ્યાર્થીઓની સમકક્ષ બનાવવાં.
  • નબળા વિદ્યાર્થીઓનું શેક્ષણિક સ્તર ઊંચું લાવવા, જેમનું શેક્ષણિક સ્તર ઊંચું હોય તેવાં ઉચ્ચ ઘોરણમાં ભણતાં સક્ષમ વિદ્યાર્થીઓની સહાય — સેવા લેવી.
  • આ ઉચ્ચ ઘોરણમાં ભણતાં વિદ્યાર્થીઓ જે સેવા આપે તેને આર્થિક વળતર આપવું.
  • વળી આખા પ્રોજેક્ટમાં શિસ્ત જળવાઇ રહે અને ઉચ્ચ ઘોરણનાં વિદ્યાર્થીઓને તેમના સેવા કાર્યમાં માર્ગદર્શન મળી રહે તેથી તેમા મદદ કરનાર શિક્ષકોને પણ પ્રોત્સાહન રૂપે આર્થિક વળતર આપવુ.

આ ઉદેશ્યને પરિપૂર્ણ કરતું પ્રોજેક્ટનું કાર્ય વેગ પૂર્વક શરુ કરવામાં આવ્યું. આના માટે શ્રી ચંદ્રકળાબેન ગોહિલ પ્રાથમિક શાળાના આચાર્યા શ્રીમતી ચેતનાબેન આહયાને આ ફાઉન્ડેશના ચિનગારી પ્રોજેકટનો ખ્યાલ આપવામાં આવ્યો. તેમને યોજના ખૂબ ગમી, સ્વીકારી અને વિદ્યોદય ફાઉન્ડેશની અન્ય કામગીરી સાથે જ ૨૦૧૩માં ચિનગારી પ્રરોજેકટનું કાર્ય પણ શરૂ થઇ ગયું.

રવિવારે સવારે ૧૦ થી ૧૨ ચિનગારીનું કામ નિયમિત તો થાય જ છે ઉપરાંત કોલેજમાં ભણતી જરૂરીયાતમંદ એક વિદ્યાર્થીની શાળામાં સવારે પ્રાર્થના પહેલા આવી જાય છે અને એ સમય દરમ્યાન નબળા બાળકોને બોલાવી રોજ રોજ વાંચન લેખન ગણનનું માર્ગદર્શન કરાવે છે. એટલે રવિવાર થી રવિવાર વચ્ચેનો ખાલી સમયગાળો સારી રીતે પૂરાય છે અને બાળકો વાંચન લેખન ગણનમાં મદદ મળવાથી તૈયાર થઇ જાય છે. એટલે તેઓે ભણવાની મજા લઇ શકે છે અને શાળાના વર્ગમાં વિદ્યાર્થીઓ સાથે ભણવામાં કદમ મિલાવી અભ્યાસનો આવો સાચો આનંદ પ્રાપ્ત કરે છે. ભણવામાં બધું બરાબર ગોઠવાઇ જાય છે.

IMG_0052આ પ્રોજેકટમાં તબિયતમાં નબળા, પ્રોબ્લેમવાળાં બાળકો આવે છે. સોનલ આવીજ હાર્ટની તકલીફ વાળી બાળા છે. જ્ઞાતિએ બ્રાહ્મણ માતાની દીકરી છે. પણ આર્થિક પછાત છે. માતા બીજા ના કામ કરે છે. પુત્રીની તબિયત માટે ચિંતિત રહે પણ સમજના અભાવે પુત્રી ભણે નહીં ત્યારે મા ગુસ્સો કરે, તેની પરિસ્થિતિ જોઇ શાળામાં તેના પર ગુસ્સો કરવાનું બંધ કર્યુ. ચિનગારીમાં નિયમિત આવે, ભણાય એટલું ભણે, વાંચન આવડયું એટલે પહેલાં ધોરણમાં પાસ પણ બીજામાં પાછી નબળા બાળકમાં આવી ગઇ. પાછી ચિનગારીમા આવી ગઇ. પણ હવે વાંચન આવડયું એટલે ઉત્સાહ વધ્યો. ભણવામાં ઉમંગ — ઉલ્લાસ વધ્યો. અને રસથી ભણવાનું શરૂ કર્યુ. ચિનગારીના શિક્ષક અને ભણાવનારા વિદ્યાર્થીઓની સમજદારીથી કામ કરાવવાની વૃત્તિ કામ કરી ગઇ. અત્યારે તબિયત તો ચિંતાજનક છે જ પણ આનંદ છે.