આપણે ત્યાં ગુજરાતમાં આર્થિક રીતે પછાત આદિવાસી,જંગલવાસી,પહાડોમાં વસતા તથા વિચરતી જાતિના બાળકો વસે છે. રાજ્યમાં શિક્ષણનો વ્યાપ વધ્યો છે. પણ વાલી પાસે પૈસા નથી. દૃષ્ટિ નથી. પણ પોતાના સંતાનોને મહેનત કરીને, ભણતા કરીને, આર્થિક રીતે પગભર થાય, ઉચ્ચ સ્થાને પહોચે, એવી ખ્વાએશ ધરાવે છે. પણ શિક્ષણ મોઘું થયું છે. ત્યારે આવા ગામડાઓના અને શહેરમાં વસતા જરૂરિયાતમંદ બાળકોને થોડા પણ સહાયભૂત થવાની ખ્વાએશથી વિદ્યોદય ફાઉન્ડેશની સ્થાપના ૨૦૧૩માં કરવામાં આવી.
જેમ જેમ સમય પસાર થતો ગયો વિદ્યોદય ફાઉન્ડેશન પોતાની પ્રવૃત્તિનું ફલક વધારતું ગયું. આવાજ પ્રકારની સામાજીક પ્રવૃત્તિઓ કરવામાં જેને રસ હોય અને આજ રીતે સામાજીક જવાબદારીઓ નિભાવતી હોય તેવી સંસ્થાઓ, સંકુલો, શાળાઓ અને ખાનગી કંપની સાથે જોડાઇને વિદ્યોદય ફાઉન્ડેશને વિશાળ મંચ પર પ્રવેશ કર્યો.
ધ્યેય
- તેજસ્વી વિદ્યોત્સુક વિદ્યાર્થીઓને શોધીને, તેમની જરૂરીયાત સમજીને તેમના અભ્યાસ ચાલુ રાખવા માટે અર્થિકરીતે સહાયભુત થવુ.
- અભ્યસમાં તેજસ્વી વિદ્યાર્થીઓને નાના નબળા વિદ્યાર્થીઓને મદદરૂપ થવા માટે હકારાત્માક વાતાવરણ ઉભુકરવુ
| ટ્રસ્ટનુ નામ :— | વિદ્યોદય ફાઉન્ડેશન, વડોદરા |
| કાયમી સરનામુ :— | વિદ્યોદય ફાઉન્ડેશન, ૫૦૧, ગોલ્ડન એપાર્ટમેન્ટ, સુભાનપુરા, વડોદરા. |
| ફોન નંબર :— | મો.:- ૯૦૯૯૯૧૨૦૧૧ મો.:- ૯૪૨૮૮૯૪૭૭૦ |
| પાન નંબર :— | AABTV7183L |
| ટ્રસ્ટ રજી. નંબર :— | ઇ/૭૭૨૨/વડોદરા. |
વિદ્યોદય ફાઉન્ડેશનો ઉદ્દેશ:
- આર્થિક રીતે પછાત તથા પછાત જ્ઞાતિના વિદ્યાર્થીઓને ફી માં સહાય કરવી.
- છાત્રાલયમાં રહીને અભ્યાસ કરતા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને આર્થિક સહાય કરવી.
- આભ્યાસમાં તેજસ્વી વિદ્યાર્થી ઓને સ્કોલરશીપ આપવી.
- આર્થિક રીતે પછાત હોવા ઉપરાંત શૈક્ષિણીક રીતે પછાત હોય તેવા વિદ્યાર્થીઓને એક શૈક્ષિણીક દૃષ્ટિ આપી ભણવા માટે વધુને વધુ પ્રોત્સાહિત કરવા.
