ચિનગારી

 

  • વેશભૂષા સ્પર્ધા ૨૦૧૪ – ૨૦૧૫
  • બાપુપુરાની પ્રાથમિક શાળામાં લેખન સ્પર્ધા ૨૦૧૪ – ૨૦૧૫
  • વૃદ્ધાશ્રમમાં વૃદ્ધો સાથે ૨૦૧૫ – ૨૦૧૬
  • રક્તદાન શિબિર ૨૦૧૫ – ૨૦૧૬
  • ઉત્તરાયણના પ્રસંગે મિઠાઈનું વિતરણ ૨૦૧૬ – ૨૦૧૭
  • દિવ્યાંગ ખેલ મહાકુંભમાં ૨૦૧૭ – ૨૦૧૮
  • હિન્દી દિવસની ઉજવણી ૨૦૧૭ – ૨૦૧૮
  • રક્તદાન શિબિર ૨૦૧૮ – ૨૦૧૯
  • દિવાળીના પ્રસંગે નવાં કપડાંનું વિતરણ ૨૦૧૮ – ૨૦૧૯
  • અંધાશ્રમમાં નાતાલની ઉજવણી ૨૦૧૮ – ૨૦૧૯
  • સંસોધાન દ્વારા અભ્યાસ ૨૦૧૯ – ૨૦૨૦
  • કોમ્પુટર ડોનેશન ૨૦૧૯ – ૨૦૨૦

IMG_0056એટલે વાંચન લેખન ગણન………ગતિશીલ

એટલે કે અભ્યાસનુ પરિણામ……..ગતિશીલ

એટલે કે અભ્યાસનો પાયો મજબૂત અને ગતિશીલ

 વિદ્યોદય ફાઉન્ડેશન દ્બારા આર્થિક સહાય ઉપરાંતનો બીજો પ્રોજેકટ ચિનગારી શરૂ થયો. આર્થિક રીતે પછાત હોવા ઉંપરાંત શેક્ષણિક       રીતે પછાત હોય તેવા વદ્યાર્થીઓને દૃષ્ટિ આપી ભણવા માટે વધુને    વધુ પ્રોત્સાહિત કરવા એટલે જ આ નવો પ્રોજેકટ — ચિનગારી. આનુ વિશિષ્ટ પાસુ છે “બમણું પ્રોત્સાહન”  

  •     શૈક્ષણિક ક્ષેત્રે નબળા વિદ્યાર્થીઓને શૈક્ષણિક સ્તર ઊચું લાવવાનો લાભ.
  •  શૈક્ષણિક ક્ષેત્રે આગળ પડતા પણ આર્થિક રીતે પછાત વિદ્યાર્થીઓને આર્થિક સહાયનો લાભ

ચિનગારી એ વિદ્યોદય ફાઉન્ડેશનનો એક વિશિષ્ઠ કાર્યક્રમ છે.જેમાં સક્રિયરીતે જોડાયેલા સભ્યો શીખવાનો અને શીખવાડવાનો બેવડો આનંદ એક સાથે મેળવી શકે છે. અને નવા જ અનુભવમાંથી પસાર થઇ બન્ને પક્ષે કઇક નવુંજ પ્રાપ્ત કરે છે.એક ચર્ષથી આ કાર્યક્રમ ચાલે છે. અને નવા વર્ષ (૨૦૧૫—૨૦૧૬) થી એ દ્બારા નવું અયોજન વધારે સારુ થઇ શકેશે એક અનુભવી શિક્ષકની મદદ થી પ્રથમ ધો. ૧ ના વિદ્યાર્થી લેવા…

ત્યાર બાદની પદ્ધતિ નીચે પ્રમાણે છે :

  • પ્રથમ આખા વર્ગનુ વાંચન તપાસવુ.
  • તેમાં વાંચન સંપૂર્ણ પણે જાણતા વિદ્યાર્થીઓને આમાંથી બાદ કરી તેમને સારું વાંચન આપવું.
  • વાંચન નથી આવડતુ તેવા વિદ્યાર્થીઓનું ફરી વાંચન લઇ તેમને A, B, C એમ ત્રણ વિભાગમાં વહેચવા. અન્ય મોટા વર્ગના વિદ્યાર્થીઓની મદદ લેવી એક મોટા આગળના ધોરણના વિદ્યાર્થીને વિભાગ A ના બે વિદ્યાર્થીઓ સોપવા અને વ્યવસ્થિત વાંચન કરાવવુ. આવડી જાય (ધો.૧નુ આખુ પુ્‌સતક) એટલે તે વિદ્યાર્થીને આ પ્રોજેક્ટમાંથી બાદ કરવો અને તેની જગ્યાએ નવાને લેવા.
  • B વિભાગના બધા વિદ્યાર્થીઓને એકજ વિદ્યાર્થી સાથે જ બેસાડી શીખવે. આવડી જાય તે વિદ્યાર્થી A વિભગમાં જાય.
  • C વિભાગના બધા વિદ્યાર્થીઓને કોરસ રીડીંગ કરાવવું આવડતુ જાય જાય તેમને B વિભાગમાં ચડાવવા.
  • પ્રત્યક વિદ્યાર્થીને આખુ પુસ્તક વાંચતા આવડી જાય તે જોવુ.
  • શીખવનાર વિદ્યાર્થીને એક કલાક ના રૂ. ૨૫ આપવા રવિવારે રજાના દિવસે બે કલાક કામ આપવુ ૫૦ ચુકવવા.
  • આ બધી વ્યવસ્થા માટે જે શિક્ષક રોકાયા હોય તે શીખવવાનું બધુજ માર્ગદર્શન આપે. પિરયડો ની વ્યવસ્થા કરે હિસાબ રાખી પૈસા ચુકવે.
  • વિદ્યાર્થીઓ બે કલાક શીખવે ત્યરે વ્યવસ્થાપક શિક્ષકનો ત્રણ કલાકનો સમય જશે તેમને રૂ. ૫૦ લેખે કલાકના રૂ.૧૫૦ પ્રત્યક વખતે ચુકવવાના રહેશે.
  • શિક્ષકે વિદ્યાર્થીઓની કામગીરી, પ્રોગ્રેસનો રેકોર્ડ રાખવો, પ્રોજેક્ટ પૂર્ણ થયે તેનો સમય—પરિણામ પ્રવૃતિ, આનંદની ફળશ્રુતિ આપવી.

  IMG_0052 આ પ્રોજેક્ટના કાર્યથી નાના ઘોરણના નબળા વિદ્યાર્થીઓને શૈક્ષણિક ક્ષેત્રે લાભ મળે છે, ઉંચ્ચ ઘોરણનાં વિદ્યાર્થીઓને ભણાવવાનો અનુભવ સાથે વેતન પણ મળે છે. શિક્ષકોને બાળકોનું શૈક્ષણિક સ્તર ઊંચું લાવ્યાનો આત્મસંતોષ મળે છે અને વળી તેમને આર્થિક મદદ પણ મળે છે. આમ દિવાથી દિવો, જ્યોત સે જ્યોત પ્રગટાવવાની પ્રેરણા સહુને મળે છે. આંનદભેર સહાયપૂર્વક નાના મોટા વિદ્યાર્થીઓ અને શિક્ષકો શાળાના શૈક્ષણિક સ્તરને ઊંચું લાવવાનું કાર્ય ઉલ્લાસભેર આગળ ધપાવે છે.