૨૦૧૮– ૨૦૧૯

વિદ્યાર્થીઓને આર્થિક સહાય

આર્થિક સહાય મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા

૧૨૫

ગુજરાતની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓને ફાળવાયેલી કુલ રકમ

રૂ.૫,૯૩,૪૦૦

રક્તદાન શિબિર

        ૨૮ સપ્ટેમબર ૨૦૧૮ ના રોજ ગાંધીનગર અને અમદાવાદમાં એક રકતદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આશરે ૨૫ જેટલા સ્વયંસેવકોએ આ રકતદાન શિબિરનાં સામાજીક કાર્યમાં ખૂબ ઉત્સાહ અને ઉમંગથી ભાગ લીધો હતો. આ રક્તદાન શિબિરનું આયોજન સી-મેટ્રિક સોલ્યુશન્સ પ્રા. લી. અને વિદ્યોદય ફાઉન્ડેશનના સહયોગથી કરવામાં આવ્યું હતું. બંને સ્થળે ‘પ્રથમા બ્લડ સેન્ટર’ બ્લડ બેંકમાંથી એક ટીમ તેમના સાધનો સાથે આવી હતી અને આ સ્વયંસેવકોએ સ્વૈચ્છિક રકતદાતાઓ પાસેથી રકત એકઠું કર્યું હતું. પ્રથમા બ્લડ સેન્ટર દરેક થેલેસેમિયાનાં દર્દીને નિઃશુલ્ક અને બદલીમાં બીજું લોહી લીધા વગર રક્ત દાન કરશે. સ્વયંસેવકોનો પ્રત્યેક પ્રયત્ન દર્દીના જીવનમાં નવી આશાનું કિરણ અને સ્મિત લાવશે. અને ભલે થોડા સમય માટે પણ થેલેસેમિયાના દર્દીને ઉલ્લાસનો શ્વાસ પ્રેરશે.

દિવાળીના પ્રસંગે નવાં કપડાંનું વિતરણ

        દિવાળીના પ્રસંગે બધાને  નવાં કપડાં પહેરવાની ઈચ્છા થાય તે બહુ સ્વાભાવિક છે. પરંતુ કમનસીબે દરેક વ્યક્તિ એક કે બે જોડી નવાં કપડાં તહેવાર નિમિત્તે પણ ખરીદી શકતા નથી. તેથી સી-મેટ્રિક સોલ્યુશન્સ પ્રા. લી. અને વિદ્યોદય ફાઉન્ડેશને એકબીજાના સહયોગથી દિવાળીના તહેવારમાં નવાં કપડાંનું દાન કરીને ફરી એકવાર લોકોના ચહેરા પર આનંદનું સ્મિત લાવવાનો હાર્દિક પ્રયત્ન કર્યો. અમે લોકોએ થોડા મહિનાઓ પહેલા સ્વયંસેવકો પાસેથી કપડાં ભેગા કરવાનું શરું કર્યું હતું, જેથી કરીને એવા લોકો કે જેઓ નવાં કપડાં ખરીદી શકવાની સ્થિતિમાં ન હોય તેમને દિવાળીના સમયમાં પહેરવા માટે નવાં કપડાં મળી શકે. સી-મેટ્રિક સોલ્યુશન્સ પ્રા. લી. અને વિદ્યોદય ફાઉન્ડેશનના સભ્યોએ ગાંધીનગરમાં એવા ઝૂંપડપટ્ટીના વિસ્તારો શોધી કાઢયા, જ્યાં અમે જઈ અને દિવાળી પ્રસંગે પહેરવાનાં કપડાંનું વિતરણ કરી શકીએ. અને દિવાળી પહેલા અમે આ કાર્ય સફળતા પૂર્વક પાર પાડી શક્યા. તેમની સાથે વાર્તાલાપ કર્યો અને આવા પ્રાસંગિક દિવસોમાં તેમના મુખ ઉપર એક સુખ અને આનંદની ઝલક અમે માણી શક્યા.

અંધ બાળકો સાથે નાતાલની ઉજવણી

        સી-મેટ્રિક સોલ્યુશન્સ પ્રા. લી. અને વિદ્યોદય ફાઉન્ડેશનના સભ્યોએ અંધશાળા, સેક્ટર – ૧૬, ગાંધીનગરનાં વિદ્યાર્થીઓ સાથે નાતાલ ઉજવી. અમારામાંના એક સ્વયંસેવકે સાંતા ક્લોઝનો ડ્રેસ પહેર્યો અને બાળકોની વચ્ચે મોટા કોથળામાં ભેટ સોગાદો અને ચોકલેટ લાવીને વહેંચણી કરી અને અમે લોકો અમારા કાર્યશીલ અને ઉત્સાહી સ્વયંસેવકોની મદદથી રમત-ગમત યોજી શક્યા. બાળકોએ ઉમંગથી તેમાં ભાગ લીધો. અંતમાં વિજેતાઓને સરપ્રાઈઝ ઈનામ આપવામાં આવ્યું. અને સાંતાએ બધાને ગુડ વિશ પણ પાઠવી. અમે બધાએ ગ્રાઉન્ડ ઉપર બાળકો સાથે ખૂબ મજા મસ્તી અને નૃત્ય કર્યા. અને નાતાલના દિવસનાં અંતે શાળાના દરેક બાળક સાથે વાર્તાલાપ કર્યો. આત્મીયતા કેળવી અને તેમનાં મુખ પર આનંદ અને ખુશીની લહેર જોઈ શક્યા.

ચિનગારી

        વિદ્યોદય ફાઉન્ડેશનનો પ્રોજેક્ટ ચિનગારી ઉત્તરો ઉત્તર પ્રગતિ કરતું આગળ વધતું રહે છે. અને પોતનો જ્ઞાનનો પ્રકાશ પાથરી બાળકોનું ભવિૅષ્ય ઉજળું બનાવતું રહે છે.વર્ષ ૨૦૧૮-૧૯ માં ધોરણ ૧ ના ૨૦ વિદ્યાર્થીઓ, ધોરણ ૨ ના ૧૬ વિદ્યાર્થીઓ, ધોરણ ૩ ના ૩ વિદ્યાર્થીઓ અને  ધોરણ ૪ ના ૩ વિદ્યાર્થીઓએ ચિનગારીનો લાભ લઇ પોતાના અભ્યાસમાં પ્રગતિ કરી. ધોરણ ૮,૯,૧૦, ની કુલ ૨૩ વિદ્યાર્થિની બહેનોએ આમાં શિક્ષિકાનો રોલ અદા કરી તેમને વિદ્યાભ્યાસમાં મદદ કરી.ચિનગારીના વિદ્યાર્થીઓનો રાજકોટમાં જ એક દિવસનો સવારથી સાંજ પ્રવાસ-કાર્યક્ર્મ ગોઠવાયો. તેમને ભણાવતા વિદ્યાર્થિની-શિક્ષિકાઅઓ પણ સાથે ગયાં હતાં. ઉત્સાહભર તેમણે ચિનગારીના વિદ્યાર્થીઅઓને વિવિધ આનંદ દાયક પ્રવ્રૃતિ કરાવી. વિદ્યાર્થીઓના ઉમંગનો કોઇ પાર નહોતો. પોતાના વર્ગ સાથે તેઓ વાડીમાં ગયા. વ્રૃક્ષો અને પક્ષીઓનો પરિચય મેળવ્યો. આનંદપૂર્વક  પુષ્કળ ફ્ળોનો રસસ્વાદ માણ્યો.  અનેક રમતો રમ્યા. વૃક્ષો પર સંતાડીને રાખેલી ગીફ્ટ શોધી કાઢી અને તે મળી ગયાનો આનંદ ખૂબ મળ્યો.