વિદ્યાર્થીઓને આર્થિક સહાય
|
આર્થિક સહાય મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા |
૯૭ |
|
ગુજરાતની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓને ફાળવાયેલી કુલ રકમ |
રૂ.૬,૪૨,૦૯૦:૦૦ |
જેમના વલી પોતાના બાળકોની ફી ભરવા સશક્ત ન હોય તેમને આર્થિક સહાય કરવાના હેતુએ
વિદ્યોદય ફાઉન્ડેશને વર્ષ ૨૦૨૨ – ૨૩ માં ગુજરાતની વિવિધ શાળાઓનાં કુલ ૯૭ વિદ્યાર્થીઓને
રૂ. ૬,૪૨,૦૯૦/- ની મદદ કરી.
આ પ્રોજેકટ દરમ્યાન વિદ્યોદય ફાઉન્ડેશને નોધ્યું કે
- આર્થિક જરૂરતમંદ વાલીઓ જેમને ૨ કે વધારે બાળકો હોય તેઓ તેઓ પુત્રને પ્રથમ શિક્ષણ આપવાનું પસંદ કરે છે. વિદ્યોદય ફાઉન્ડેશને પુત્રીને શિક્ષણ આપવા માટે સહાય કરવાનું પગલું ભર્યું છે.
- જ્યારે વલી ફી ભરવા શક્તિમાન ન હોય ત્યારે શાળાના બીજા વિદ્યાર્થીઓ તે જરૂરિયાત મંદ વિદ્યાર્થીને એકલો પડી દે છે અને વર્ગમાં તેની હાંસી ઉડાવે છે, નીચું જોવડાવે છે. આવા હાસિપાત્ર વિદ્યાર્થીઓને જ્યારે વિદ્યોદય ફાઉન્ડેશન સહાય કરે ત્યારે તેઓ ચિંતામુક્ત થઈ શિક્ષણમાં વધુ એકાગ્રતા પૂર્વક ધ્યાન આપી શકે છે.
- વિધવા માતા લોકોના ઘર કામ કરી પોતાના ઘરનું પુરુકરવા મથતી હોય તેવી સ્ત્રીઓને પહેલા મદદ કરે છે. જેથી તેવી મતાઓને ભરોસો બેસેકે તેમનું બાળક જરૂરી શિક્ષણ મેળવી શકશે.
બાળકના વિકાસમાં શિક્ષણ એ ખૂબ મહત્વની પાયાની જરૂરિયાત છે. વિદ્યોદય ફાઉન્ડેશન આપણાં
સમાજના કુટુંબો જેઓ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે તેમના બાળકોની મુઝવણ અને તકલીફોથી વાકેફ છે. વિદ્યોદય ફાઉન્ડેશન બહુ સ્પષ્ટ પણે મને છે કે સારી જિંદગી જીવવા માટે વિદ્યાર્થીઓને રચનાત્મક બાવવા તેમના માં જુદા જુદા કૌશલ્ય પ્રગટાવવા પડશે અને આ કાર્ય સારા શિક્ષણ દ્વારા જ શકય બની શકશે.
ચિનગારી
વિદ્યોદય ફાઉન્ડેશનનો ચિનગારી પ્રોજેકટ શિક્ષણમાં જરૂરતમંદ વિદ્યાર્થીઓને મદદ કરવાના હેતુથી તૈયાર કરવામાં આવ્યો છે. મોટા વિદ્યાર્થીઓ નાના વિદ્યાર્થીઓ એટલે કે ૧ થી ૪ ધોરણ સુધીના વિદ્યાર્થીઓને શીખવે તે પાયા ઉપર આ પ્રોજેકટ બનાવવામાં આવ્યો છે. અહીં નાના વિદ્યાર્થીઓને એક સામે એક એમ વ્યક્તિગત રીતે તેમના નબળા પાસા પર ધ્યાન આપી તેમની શૈક્ષણિક પ્રગતિમાં ઉત્સાહ પ્રેરવાનો ધ્યેય છે. આમાં દરેક વિદ્યાર્થીની જરૂરિયાત પ્રમાણે તેમના વિકાસનો વિશેષ રીતે ખ્યાલ રાખવામાં આવે છે.
આ પ્રોજેકટ દ્વારા મોટા વિદ્યાર્થીઓને પણ તેમની શિખવવાની અને નેતાગીરીની કળા ખીલવવા માટે તકમળે છે. અને તેમનાં કામનું તેમને વળતર પલ મળે છે.
આ પ્રોજેકટ દ્વારા ફાયદો એ થાય છે કે જે વિદ્યાર્થીઓ ક્લાસમાં ભણવામાં પાછળ રહી ગયા હોય તેમને
વ્યક્તિગત માર્ગદર્શન અને શિક્ષણ મળવાથી ભણવામાં ક્લાસના અન્ય વિદ્યાર્થીઓ સાથે થઈ જાય છે. અને તેથી વિદ્યાર્થીઓ વર્ગના શિક્ષણમાં ઉત્સાહથી ભાગ લેવાનું શરૂ કરે છે. બાળકોના શિક્ષણમાં સૌથી અગત્યનો અને મહત્વનો મુદદો એ છે કે તેમને જે શિક્ષણ મળી રહ્યું છે તે આનંદ પૂર્વક માણે છે. આ પ્રોજેકટથી તેમાં સફળતા મળી રહી છે.
આ ચિનગારી પ્રોજેકટનું ૯મું વર્ષ છે. અને આ પ્રોગ્રામથી સમય જતાં બાળકોને ભણવામાં આનંદ આવવા
લાગે છે. આ પ્રોગ્રામને વધુ ને વધુ સફળ બનાવવા ભણાવવાની નવી નવી પધ્ધતિયો અપનાવવામાં આવી રહી છે. આ વર્ષે ધોરણ ૧ થી ૪ સુધીના બાળકો ઉપરાંત ધોરણ ૫ થી ૮ સુધીના નબળા બાળકોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આનું કારણ કોરોનાના સમયના છેલ્લા ૨ વર્ષ દરમ્યાન જે online શિક્ષણ આપવામાં આવ્યું તે વિદ્યાર્થીઓ માટે ધણુ અઘરું રહ્યું તેને લીધે વિદ્યાર્થીઓની પ્રગતિ ધીમી પડી અને વિદ્યાર્થીઓ ભણતરમાં પાછળ રહી ગયા. તેમને અન્યની સાથે લાવવા તે જરૂરી હોઇ આ પ્રોજેકટમાં ધોરણ ૫ થી ૮ સુધીના નબળા બાળકોનો પણ સમાવેશ કરવામાં આવ્યો.
આ વર્ષ દરમ્યાન ચિનગારી પ્રોજેકટમાં ધોરણ-૧ના ૨૨ વિદ્યાર્થીઓ, ધોરણ-૨ના ૨૧ વિદ્યાર્થીઓ,
ધોરણ- ૩ના ૧૮ વિદ્યાર્થીઓ, ધોરણ -૪ના ૨૫ વિદ્યાર્થીઓ, ધોરણ-૫ના ૭ વિદ્યાર્થીઓ, ધોરણ-૬ના ૨૮
વિદ્યાર્થીઓ, ધોરણ-૭ના ૨૧ વિદ્યાર્થીઓ, ધોરણ-૮ ના ૧૩ વિદ્યાર્થીઓએ ચિનગારી પ્રોજેકટનો લાભ લઈ તેમના અભ્યાસમાં પ્રગતિ કરી છે.
ધોરણ ૮,૯,૧૦,અને ૧૧ ના કુલ મળીને ૩૦ વિદ્યાર્થીઓએ શિક્ષકોનો રોલ ભજવી તેમના શિક્ષણમાં મદદ રૂપ થયા.
