વિદ્યાર્થીઓને આર્થિક સહાય
|
આર્થિક સહાય મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા |
૧૧૭ |
|
ગુજરાતની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓને ફાળવાયેલી કુલ રકમ |
રૂ.૧૦,૬૦,૭3૪:૦૦ |
વિદ્યોદય ફાઉન્ડેશન આર્થિક રીતે પછાત બાળકોને શિક્ષણની ઉજળી તક આપી તેમને વધુ ઉચ્ચતર જિંદગી જીવવાની અને ભવિષ્યમાં આગળ વધવાની ઘણી શ્ક્યતાઓ ઉભી કરે છે.
વિદ્યોદય ફાઉન્ડેશન આપણાં સમાજની મર્યાદાઓ અને અનેક મુશ્કેલીઓ માંથી પસાર થતાં કુટુંબોના બાળકોના શિક્ષણ પ્રત્યે જાગૃત છે. પ્રત્યેક બાળકના વ્યક્તિગત વિકાસ જેમકે તેમનામાં નિર્ણય શક્તિ ,તાર્કિક વિચાર શક્તિ,માનસિક ક્ષમતા, મૂશ્કેલીઓનો સામનો કરવાની શક્તિ વિગેરે ગુણોના વિકાસ માટે પરિશ્રમ લેછે.
જ્યાં છોકરાઓનાં શિક્ષણને છોકરીઓના શિક્ષણ કરતા વધુ પ્રાધાન્ય આપવામાં આવે છે. આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યા હોય તેવા કુટુંબોની બાળાઓનાં શિક્ષણ માટે સહાય કરી વિદ્યોદય ફાઉન્ડેશન સ્ત્રી પુરુષોના સમાન અધિકારને સમર્થન આપે છે.
આર્થિક સંકટોનો સામનો કરતા કુટુંબોનાં બાળકોની ફી ભરી વિદ્યોદય ફાઉન્ડેશન બાળકોને હિણપતભરી પરિસ્થિતી માંથી ઉગારી લે છે. બાળકોની ફી ભરીને બાળકોની વિધવા મતાઓની કૌટુંબિક જ્વાબદારી માંથી કઈક અંશે મુક્ત કરે છે અને તેઓ રાહતનો શ્વાસ લઈ શકે છે.
ચિત્ર સ્પર્ધા:
રેવા સેન્ટરમાં એક ચિત્ર સ્પર્ધાનું આયોજન કર્યું હતું. જેમાં રેવા સેન્ટરના ૪૦ વિદ્યાર્થીઓએ ૧૪ ફેબ્રુઆરી, ૨૦૨૬ ના રોજ ચિત્ર સ્પર્ધામાં ભાગ લીધો હતો. રેવા સેન્ટર ૨૦૨૨ થી ઝૂંપડપટ્ટીમાં રહેતા બાળકોના સર્વાંગી વિકાસ માટે સક્રિય છે અને વિદ્યાર્થીઓ કે વાલીઓને કોઈપણ ફી લીધા વિના તેમની શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં તેમને ટેકો આપે છે. આ સ્પર્ધાને બે શ્રેણીઓમાં વહેંચવામાં આવી હતી; ૧ થી ૪ ધોરણના વિદ્યાર્થીઓ અને ૫ થી ૯ ધોરણના વિદ્યાર્થીઓ. બંને શ્રેણીઓ માટે પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક એનાયત કરવામાં આવ્યા હતા. સ્પર્ધામાં ૪૦ બાળકોએ ભાગ લીધો હતો. રેવા સેન્ટરમાં પહેલીવાર ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હોવાથી બાળકો ખૂબ જ ઉત્સાહિત હતા.
અક્ષર લેખન સ્પર્ધા :
રેવા સેન્ટરના વિદ્યાર્થીઓ માટે અક્ષર લેખન સ્પર્ધાનું આયોજન કર્યું હતું. જેમાં રેવા સેન્ટરના ૪૫ વિદ્યાર્થીઓએ ૨૧ ફેબ્રુઆરી, ૨૦૨૬ ના રોજ હસ્તલેખન સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ ડિજિટલ યુગમાં બાળકોને લખવા અને તેમના અક્ષર લેખન માં સુધારો કરવા માટે પ્રોત્સાહિત કરવાનો આ સ્પર્ધાનો હેતુ હતો. દરેક સહભાગીને પોતાના અક્ષર લેખનમાં ફકરાની નકલ કરવા માટે એક વાર્તા પુસ્તક આપવામાં આવ્યું હતું. શ્રેષ્ઠ અક્ષર લેખન ધરાવતા વિદ્યાર્થીઓને પ્રથમ, દ્વિતીય અને તૃતીય ઇનામ એનાયત કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓએ પાઠ શીખ્યા અને સારા અક્ષર લેખનનું મહત્વ સમજ્યું.
માટીકામ સ્પર્ધા:
રેવા સેન્ટરના વિદ્યાર્થીઓએ માટીકામ સ્પર્ધામાં ભાગ લેવાનો આનંદ માણ્યો કારણ કે રેવા સેન્ટરમાં માટી સાથે રમવાનો આ તેમનો પહેલો અનુભવ હતો. રેવા સેન્ટરના 45 વિદ્યાર્થીઓએ 21 ફેબ્રુઆરી, 2026 ના રોજ માટીકામ સ્પર્ધામાં ભાગ લીધો હતો. સહભાગીઓને તેમાંથી વસ્તુ બનાવવા માટે માટી આપવામાં આવી હતી. તેઓ કેન્દ્રમાં પહેલી વાર આ કરી રહ્યા હોવાથી, તેમને બનાવવા માટે કોઈ વિષય કે વસ્તુ આપવામાં આવી ન હતી. શ્રેષ્ઠ માટીના મોડેલ બનાવનારા વિદ્યાર્થીઓને પ્રથમ, દ્વિતીય અને તૃતીય ઇનામ આપવામાં આવ્યા હતા
ચિનગારી પ્રોજેક્ટ
આ આખા પ્રોજેક્ટનાં પાયામાં ધોરણ ૯,૧૦,૧૧ના સિનિયર વિદ્યાર્થીઓ ધોરણ ૧ થી ૪ ના નબળા જુનિયર વિદ્યાર્થીઓને one to one ટ્યૂશન આપી તેમની પાયાની નબળાઈઓ દૂર કરી તેમનું શિક્ષણ સક્ષમ અને રસપ્રદ બનાવવું એ વિચાર રહેલો છે. બધા સિનિયર વિદ્યાર્થીઓ શિક્ષકોની દેખરેખ હેઠળ આ કાર્ય કર્તા હોવાથી તે ઘણું ફળદાયક બન્યું છે. ઉપરાંત દરેક જુનિયર વિદ્યાર્થીઓનું વ્યક્તિગત અને કૌટુંમ્બિક વાતાવરણ પણ ધ્યાનમાં લેવાતું હોવાથી આ કાર્ય
વિશિષ્ટ રીતે અસરકારક પરિણામ લાવે છે.
આ પ્રોજેક્ટ દ્વારા સિનિયર વિદ્યાર્થીઓને નેતૃત્વ કૌશલ્યને અને નવું શીખવાની બહોળી તક પૂરી પાડવાનો પણ એક પ્રયાસ છે. બદલામાં, ફાઉન્ડેશન આ વિદ્યાર્થીઓને તેમના યોગદાન માટે નાણાકીય ચૂકવણી પણ કરે છે.
આ પ્રોજેક્ટમાં ભાગ લેનારા તમામ સહભાગીઓને મળતો ફાયદો પાછળ રહેલા વિદ્યાર્થીઓ તેમજ ઉચ્ચ દેખાવ કરતા વિદ્યાર્થીઓની તેજસ્વીતાને પ્રકાશિત કરવા માટે ઉત્સાહ અને ગતિ ઉત્પન્ન કરે છે. પરિણામે ટ્યુશન મેળવતા વિદ્યાર્થીઓએ વર્ગખંડમાં એકંદર ઘણું સારું પ્રદર્શન કરી શકે છે. બાળકોના શિક્ષણમાં સૌથી મહત્વપૂર્ણ પરિબળ એ છે કે આપણે તેમને શીખવાનો આનંદ માણવાનું કેટલું શીખવીએ છીએ! બાળકને અભ્યાસમાં આનંદ માણવાનું શીખવવું એ તેમની બૌદ્ધિક સફળતાની સૌથી મોટી બાંયેધરી છે.
ધોરણ 1 અને 2 નાં વિદ્યાર્થીઓની બૌદ્ધિક શક્તિ વધે અને વિચાર શક્તિ વધે તે માટેની શૈક્ષણિક રમત સાથે ગમ્મત થાય તે મુજબની અલગ અલગ રમત રમાડી હતી. જેમાં ગણિત, અંગ્રેજી અને ગુજરાતી આ ત્રણ વિષયની રમતો રમાડી હતી જેમાં રવિવારના વર્ગોમાં આવતા ચિનગારીના બાળકો માટે વિશિષ્ટ શૈક્ષણિક રમતોનું આયોજન કરેલ છે. રમતોનું આયોજન તારીખ ૧૦ માર્ચ ૨૦૨૬નાં રોજ રાજકોટ ખાતે યોજવામાં આવેલ જેના દ્વારા બાળકોમાં રમત ગમત સાથે જ્ઞાનની વૃદ્ધિ થાય.
ગણિતના આકારોની ઓળખાણ કરાવતી સ્પર્ધા
અંગ્રેજીમાં Fruits અને Vegetables ના નામ આપેલા તેની ઓળખ કરાવતી સ્પર્ધા
ગુજરાતીમાં શીઘ્ર અને સુંદર અક્ષરે વાક્ય લેખન કરવાની સ્પર્ધા
યોજવામાં આવેલ. જેથી બાળકોની સ્મૃતિ અને શબ્દ ભંડોળની વૃદ્ધિ થાય.
